દિવાળીના તહેવારોમાં હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

Ambalal Paresh Goswami forecast : ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત થવા લાગી છે. ત્યારે મોટાભાગના ગુજરાતીઓ આ તહેવારોની રજામાં ફરવા નીકળતા હોય છે. ત્યારે ભાઇબીજ સુધીના તહેવાર સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે! વાદળછાયા વાતાવરણ અને માવઠા અંગેની પરેશ ગોસ્વામીની  ભારે આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજથી 7 દિવસ ગુજરાતનું તાપમાન યથાવત રહેવાની આગાહી કરી. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 2010થી 2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી રહ્યું હતું. જે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે. આ વર્ષે ઓક્ટોબર માસમાં લઘુતમ તાપમાન વધુ રહ્યું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી – Ambalal Paresh Goswami forecast

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ તાપમાન એવરેજ કરતાં 4 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં 34થી 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. હાલ આ ઊંચા તાપમાનમાંથી કોઇ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં કોઇ રાહત મળે તેવી કોઇ સંભાવના નથી. હાલ પવનની ગતિ સામાન્ય જોવા મળી રહી છે અને તેમાં હાલ કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની દિશાઓ બદલાતી જોવા મળશે.

આ પણ વાચો : 3 દિવસ તોફાની વરસાદનો રાઉન્ડ! ગાજવીજ સાથે માવઠું, પવનની ગતિમાં મોટા બદલાવ, પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – Ambalal Paresh Goswami forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની શક્યતા છે. ગુજરાતમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ શકે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળી શકે છે. જેને કારણે લોકો માટે ગરમ કપડાંનો ઉપયોગ શરૂ કરવાની જરૂર પડી શકે છે.

Ambalal Paresh Goswami forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની શક્યતા છે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment