અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉનાળો શરૂ, આ જિલ્લાઓમાં નોંધાશે રેકોર્ડ બ્રેક તાપમાન

Ambalal Patel Agahi : 9 માર્ચ પછી, ઉત્તર-પશ્ચિમ રાજ્યો દિલ્હી, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં આગામી 2 દિવસ સુધી 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, કારણ કે 9 માર્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે દેશના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની શકતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા અને કરા પડવાની સંભાવના છે. જેના કારણે આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે ઠંડી પડવાની શક્યતા છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન્સ આવતા હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.

આ પણ વાચો : ગુજરાતનું હવામાન કેવું રહેશે? કમોસમી વરસાદ અને ઠંડીની અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

અંબાલાલ પટેલે ગરમી ને લઇ કરી આગાહી – Ambalal Patel Agahi

ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા છે. જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. પરંતુ 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી સુધી જઈ શકે છે. પરંતુ આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે છે.

8 થી 12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળ વાયુ આવતા ગરમીમાં વધારો થશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત જોવા મળી શકે છે. 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પાડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની સંભાવના છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા રહેલી છે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. Ambalal Patel Agahi

હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આજથી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે.

ઉનાળાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમા

ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહી શકે છે. હિટવેવના દિવસોમાં પણ વધારો થશે. 4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. જેથી મહત્તમ તાપમાન વધઘટ જોવા મળશે. 23 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ વખતે માર્ચ માસથી ગુજરાતના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે. 26 એપ્રિલથી આકરી ગરમી પડશે.

ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41 થી 42 ડિગ્રી જોવા મળી શકે છે. આ ઉપરાંત જૂનાગઢનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જોવા મળશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા જઈ શકે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે.

Ambalal Patel Agahi

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ઉનાળો કયારે શરુ થાશે?

આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આજથી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment