Ambalal Patel ni agahi : રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમુક વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય મોડમાં જોવા મળી છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ત્યારે આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરાઈ છે. જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે કે, ગુજરાત રીજનમાં આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર તમામ જિલ્લામાં શક્યતા છે. જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી7 દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીજનમાં સૂકું વાતાવરણ જોવા મળશે.
આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, કચ્છમાં આવનારા 7 દિવસ સૂકાં વાતાવરણનું પૂર્વાનુમાન છે. નોંધનીય છે કે, 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46 ટકા વધારે વરસાદ પડ્યો છે.
આ પણ વાચો : હસ્ત નક્ષત્રમાં ભુક્કા, ચક્રવાત સાથે આ જિલ્લાઓ માટે અંબાલાલની ગાજવીજવાળી આગાહી
Ambalal Patel ni agahi
તો બીજી તરફ ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વધુ એક સિસ્ટમની આગાહી વ્યક્ત કરી છે. જેમાં અંબાલાલે જણાવ્યું છે કે, 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ સક્રિય થશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ બનશે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અથવા ઝાપટાં પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની શક્યતા છે. આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ગુજરાતમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ, હજી એક-બે રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીએ કરી આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વધુ એક સિસ્ટમની આગાહી વ્યક્ત કરી છે. જેમાં અંબાલાલે જણાવ્યું છે કે, 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ સક્રિય થશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ બનશે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના જુદા જુદા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અથવા ઝાપટાં પડવાની શક્યતા છે.