હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી -પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી : રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છતાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ત્રાટક્યો છે. આવામાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે. તેમણે આવનારી 18 ઓક્ટોબર સુધી રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર અને વરસાદ અંગેની માહિતી આપી છે.
આ પણ વાચો : તૈયાર રહેજો! ગુજરાતમાં 3 દિવસમાં માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી
ક્યા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે? – પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. હવે 13 તારીખથી વરસાદની તીવ્રતા પાછી વધશે. કારણકે કે, 13 થી 18 ઓક્ટોબરની પણ આગાહી કરવામાં આવી છે. 13, 14 અને 15 એમ ત્રણ દિવસ વરસાદની તીવ્રતા ખૂબ વધારે જોવા મળશે. 16, 17 અને 18માં તીવ્રતા પાછી ઘટશે. 13, 14 અને 15માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે. તેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જશે, જ્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.
આ પણ વાચો : 13 થી 18 ઓકટોબરમાં તીવ્ર માવઠું! જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી
ક્યાં વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે? – પરેશ ગોસ્વામીની આગાહી
સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગરમાં વરસાદની શક્યતાઓ છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. 13 થી 15 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઇ શકે છે. જ્યારે કોઇ જગ્યાએ હળવા છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળી શકે.
એક ઇંચ સુધીના વરસાદ ક્યાં વિસ્તારોમાં પડશે?
કચ્છમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. વાવ, થરાદ અને આસપાસના વિસ્તારોમાં 13 અને 14 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ કે એક ઇંચ સુધી વરસાદ જોવા મળી શકશે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં બહુ વરસાદની સંભાવના નથી. છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશ લાગુ વિસ્તારોમાં એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે. રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. આ કમોસમી વરસાદ છે. આનું કારણ અરબ સાગરમાં બનેલી અસ્થિરતા છે, તેનો ઘેરાવ 425 કિલોમીટર આસપાસનો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થયો છે. આ અસ્થિરતા 13 થી 14 તારીખમાં આપણાથી ખૂબ નજીકથી પસાર થવાની છે. જેના કારણે આ તારીખોમાં ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જશે, જ્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.