જીરું વાયદા બજાર : ગયા વર્ષે જીરૂમાં રૂ.12,000 સુધીની સપાટી જોઇ ચૂકેલા ખેડૂતોએ વિતેલ રવી સિઝનમાં હટકે વાવેતર કરી નાખ્યું હતું. એ સિવાય ગુજરાતનાં ઘણા વિસ્તારમાં નબળા ચોમાસાને કારણે પાણીનાં સ્ત્રોત ગમે ત્યારે ડૂકી જવાનો પણ ભય હતો, એટલે અનિશ્ચિત કે ઓછા પાણીનાં પાક તરીકે જીરા વાવેતરને વેગ મળ્યો હતો.
આ વર્ષે ઉચી સપાટી કેટલી રહી?
જીરાનાં મોટા વાવેતર સામે મોટો પાક મળ્યો હોય, એ સ્વાભાવીક છે. વચ્ચે થોડો સમય જીરાની બજાર રૂ.6000ની સપાટીને આંબી ગઇ હતી, તોય ઘણા ખેડૂતો ઉંચા વેચાણ ટાર્ગેટને કારણે જીરૂ વેચી શક્યા ન હતા.
આ પણ વાચો : આજે કપાસમાં ભુકકા બોલાવતી તેજી, જાણો કપાસના ભાવ
જીરું વાયદા બજાર
વર્તમાન દિવસોમાં જીરાની બજાર ઘટીને રૂ.5000 નીચે સરકી ગઇ છે. રાજકોટ પીઠામાં કાલે તા.14, ઓક્ટોમ્બરનાં રોજ જીરાની 540 ક્વિન્ટલ આવક સામે પ્રતિ 20 કિલો રૂ.4400 થી રૂ.4837 સુધીનાં ભાવે વેપાર હતા. ગોંડલ યાર્ડ ખાતેથી જીરાનાં એક અગ્રણી વેપારી કહે છે કે 1000 થી 1500 બોરી આવક સામે વેપાર થઇ જાય છે. માંગનાં અભાવે બજાર રૂ.25 થી રૂ.50ની વધ-ઘટે પડી પાથરેલ છે. સારા જીરામાં રૂ.4700 થી રૂ.5000નાં ભાવે વેપાર થાય છે.
તેઓ વાવેતર અંગે વાત કરતાં કહે છે કે, એક તો નીચા ભાવને લીધે ખેડૂતોમાં જીરા વાવેતરનું આકર્ષણ નથી. બીજુ વધારે પડતાં અને મોડે સુધી માવઠાં પડવાથી શિયાળું સિઝને ભેજનું પ્રમાણ વધારે રહેવા ઉપરાંત છેક ફાગણ સુધી માવઠાંની આગાહીઓ આવે છે, તેથી જીરૂનું વાવેતર ઘટટી શકે છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જીરાનાં મોટા વાવેતર સામે મોટો પાક મળ્યો હોય, એ સ્વાભાવીક છે. વચ્ચે થોડો સમય જીરાની બજાર રૂ.6000ની સપાટીને આંબી ગઇ હતી