jivabhai ambalal patel : ગુજરાતમાં ભાદરવાનો તડકો અને વરસાદી માહોલ છવાયો છે. બીજી બાજુ, પછોતરા નક્ષત્રોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થશે. ચોમાસું પાક તૈયાર થઇને નીકળવાની તૈયારીઓ ઘણા ખેડૂતો કરી રહ્યા છે. એવામાં સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની ભીતી રહે છે.
અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી jivabhai ambalal patel
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે કહેવાય છે જો વરસે ઉતરા તો ધન્ય ન ખાય કુતરા, એટલે કે મબલક પાક થતો હોય છે.
આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 થી 18 સપ્ટેમ્બરે ગુજરાતના જુદા-જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે.
આ પણ વાચો : આ વખતે નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથે ભારે આગાહી
હાથિયા નક્ષત્રમાં ભારે વરસાદ
17થી 18 તારીખે અને 22 તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, એટલે માટે વરસાદ ચાલુ રહેશે. 27 સપ્ટેમ્બરના હાથિયો નક્ષત્ર બેસશે અને 5 ઓકટોબર સુધી હાથિયો નક્ષત્ર રહેશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે, એટલે કે નવરાત્રીમાં અમુક ભાગમાં વરસાદની શકયતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. હાથિયો અને ચિત્રા નક્ષત્ર નવરાત્રીમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની આગાહી અંબોલા પટેલે કરી છે. જેના કારણે ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો થશે.
આ પણ વાચો : હાજા ગગડાવી નાંખે તેવી અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં ભુક્કા બોલાવશે વરસાદ
ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ
10 ઓકટોબરના ચિત્રા નક્ષત્ર બેસેશે. જેમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. 10 થી 13 ઓકટોબર આસપાસ બંગાળના ઉપાગરમાં ચક્રવાત બનવાની સંભાવના છે. જેનો ભેજ ગુજરાત તરફ આવી શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 16 થી 18 ઓકટોબરના ભારે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. 22 ઓકટોબરે વાતાવરણમાં પલટો આવી શકે છે.
અગત્યની લિંક – jivabhai ambalal patel
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. એટલે કહેવાય છે જો વરસે ઉતરા તો ધન્ય ન ખાય કુતરા, એટલે કે મબલક પાક થતો હોય છે.