ડુંગળીમાં ફુલ તેજી
ડુંગળીના ભાવ : ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ભાવ ગુજરાતમાં મણના રૂ.800ની નજીક પહોંચ્યા છે. જો નાશીકમાં બજારો વધશે તો ગુજરાતમાં પણ ડુંગળીની બજારો હજી વધે તેવી ધારણાં છે. આ ભાવથી ઘરાકીને થોડી અસર થઈ છે અને વરસાદી માહોલ હોવાથી આવકો ઉપર પણ અસર પડી છે.
મહુવામાં લાલ ડુંગળીની ૨૫૩૯ થેલીની આવક સામે ભાવ 20 કિલોનાં રૂ.125થી 766 અને સફેદની 170 થેલીની આવક સામે ભાવ રૂ.298થી 517 હતા.
આ પણ વાચો : આજે જીરુંના ભાવમાં તેજી દેખાઇ, જાણો આજના બજાર ભાવ
ગોંડલ અને રાજકોટ યાર્ડ હજી ચાલુ થયા નથી અને મંગળવારથી નિયમીત ચાલુ થાય તેવી ધારણાં છે. ગોંડલ યાર્ડ શનિવારે એક દિવસ માટે ખુલવાનું છે, ત્યારે આવક ઓછી જ થાય તેવી ધારણાં છે.
નાશીકમાં લાસણગાંવ મંડીમાં ડુંગળીના ભાવ ઉન્હાલ કાંદામાં રૂ.1700થી 3750 અને એવરેજ ભાવ રૂ.3600 હતા. ગોલ્ટી કાંદાનો ભાવ રૂ.2800થી 3631 ને ખાધ કાંદાનો ભાવ રૂ.1800 થી 2600 હતા.
દેશાવરમાં પણ કાંદાની લાસણગાંવમાં 215 નંગ વાહનની આવક હતી અને આગામી દિવસોમાં આવકો ઓછી જ રહે તેવી ધારણાં છે.
આ પણ વાચો : આજે કપાસના ભાવમાં તેજી, જાણો કપાસના શું ભાવ ચાલી રહયા છે?
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલના સંજોગોમાં ડુંગળીની બજારમાં આગળ ઉપર વેપારો કેવા આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ બજારો વધીને રૂ.800 એટલે કે ક્વિન્ટલનાં રૂ.4000 સુધી પહોંચે તેવી સંભાવનાં છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો કેવી અને કેટલી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
ડુંગળી લાલના બજાર ભાવ
ડુંગળીના ભાવ : મહુવા માં આજના ડુંગળી ના ભાવ 125 થી 766 ભાવ બોલાયો.
ડુંગળી સફેદના બવજાર ભાવ
મહુવા માં આજના ડુંગળી ના ભાવ 298 થી 517 ભાવ બોલાયો.
ડુંગળી લાલના બજાર ભાવ (29/08/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 125 | 766 |
ડુંગળી સફેદના બજાર ભાવ (29/08/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 298 | 517 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મહુવામાં આજના ડુંગળીના ભાવ 125 થી 766 ભાવ બોલાયો.