હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામી ની આગાહી : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 3થી 9 સપ્ટેમ્બરમાં વરસાદનો રાઉન્ડ આવશે તે વરસાદ ગુજરાતના ઘણાં ભાગોને કવર કરી શકે છે. જેમાં ગુજરાતના 60થી 65% વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીના લો-પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. પરંતુ પાછલા રાઉન્ડમાં જે તિવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં નહિ જોવા મળે. આ સાથે વરસાદના વિસ્તાર પણ ઓછા જોવા મળશે. આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે અને એકાદ-બે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
9 તારીખ સુધી ભારે રહેશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત સ્થિતિમાં છે અને બની શકે કે તે હજુ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે. આ વરસાદી સિસ્ટમ 3થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતનમાં વરસાદ લાવશે.
આ પણ વાચો : આજે આ 11 જિલ્લા સાવધાન, જાણો આજના હવામાનની આગાહી
આ સિસ્ટમ ક્યાં કયાં વિસ્તારોમાં અસર કરશે?
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજના દિવસે ગુજરાતના પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, આણંદ, નડિયાદ વડોદરા, રાજપીપળા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તિવ્રતા વધુ જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે 12 જિલ્લા સાવધાન, રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
આ વરસાદથી કેટલાક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન થઈ શકે છે. કેટલાક ખેડૂતો કે જેમને પાણીની જરુર છે તેમને ફાયદો થશે. પરેશ ગોસ્વામી ની આગાહી
તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી કે, ગુજરાતના જે ભાગોમાં કૂવા ભરાય તેટલો વરસાદ નથી થયો ત્યાં સપ્ટેમ્બર માસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 3થી 9 સપ્ટેમ્બરમાં વરસાદનો રાઉન્ડ આવશે તે વરસાદ ગુજરાતના ઘણાં ભાગોને કવર કરી શકે છે.