Paresh Goswami : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લઈ શકે છે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે તેવી શક્યતા છે.
ફરી નવી સિસ્ટમ સક્રિય Paresh Goswami
હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્ય પ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ ફરી રહી છે. જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રૂપી ઝાપટા પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
આ પણ વાચો : 11, 12 અને 13 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામન વિભાગની લેટેસ્ટ આગાહી
દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે Paresh Goswami
ગુજરાતમાં 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન પવનની ગતિમાં વધારો નોંધાશે. 18 થી 22 કિમી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે 12 જિલ્લા સાવધાન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે
આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ સામાન્ય વધાર જોવા મળી શકે છે. તેમજ 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન તાપમાનનો પારો એક થી બે ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનનો પારો વધવાનાં કારણે ઉકળાટ અને બફારામાં વધારો થઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે તેવી શક્યતા છે.