શ્રાવણ અને ભાદરવાના વરસાદની આગાહી, 7 વર્ષ કરતા આ વર્ષે અલગ થશે?

Rainfall forecast : ગુજરાતમાં વહેલું પહોંચેલું ચોમાસું ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અટવાયું હતું, તે બાદ જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નબળો જોવા મળ્યો હતો. જ્યારે જુલાઇ મહિનામાં જ્યાં વરસાદ પાડ્યો ત્યાં ભુક્કા બોલાવી દીધા છે. આ વર્ષના ચોમાસા પર હવામાન નિષ્ણાત ચિરાગ શાહે આ વખતના વરસાદનું વિશલેષ્ણ જાહેર કર્યું છે. તો જાણીએ, આવનારા સમયમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે? તે અંગે તેમનો અનુમાન શું કહી રહ્યું છે?

ગુજરતમાં વરસાદ ભુક્કા બોલાવશે!

વરસાદની પેટર્ન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની રહી હતી, જે અલનીનોની અસર નાં કારણે થાય રહ્યું હતું. વાવાઝોડાને લીધે ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, તેનાથી વરસાદની ઘટ સંતોષાઈ જતી હતી. વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર આપણે ત્યાં વરસાદ વરસાવે છે. આ વર્ષે  અરબ સાગરમાં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હતી. મધ્ય પ્રદેશ પાસે પણ એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હવે આ 4-5 સિસ્ટમની વચ્ચે ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે કેટલાક વિસ્તારો ઓછો વરસાદ પડ્યો છે. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ ક્લાઇમેટ પેટર્ન બલાતી હોય તેવું કહેવાય છે. કેમ કે, ચોમાસા દરમીયાન ક્યારેય અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય થતી જોવા મળી નથી.

આ પણ વાચો : ઑગસ્ટ મહિનામાં શું થશે? વાવાઝોડું, તોફાન, નક્ષત્ર, અંબાલાલ પટેલની તારીખો સાથે આગાહી

ચોમાસાની મૂંઝવણભરી સ્થિતિ વિશે વાત કરતાં ચિરાગ શાહે જણાવ્યું કે, આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમ્સના કારણે આવે છે. હાલમાં એવી મૂંઝવણ થઇ છે કે, જો દર વર્ષે આવી સિસ્ટમ્સ બનશે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્નિંગના કારણે ફેરફાર થઈ રહી છે.

આ પણ વાચો : 30, 31 અને 1 તારીખમાં ભારે વરસાદની શક્યતા, જાણો કયા કયા વિસ્તારોમાં આગાહી

અરવલ્લીમાં ઓછો વરસાદ કેમ?

Rainfall forecast : તે અંગે ચિરાગ શાહે કહ્યું કે, તેની પાછળ પણ એક કારણ શિયર ઝોન છે. જેનો 100થી 200 કીમીનો એરિયા હોય છે. આપણા દરિયાકિનારાના વિસ્તારમાં મોન્સૂન ટ્રફની સ્થિતિ બનેલી છે. એટલે કે સતત વરસાદ પડતો જોવા મળતો હોય છે. અત્યારે શિયર ઝોનના વાદળોનું બંધારણ રાજસ્થાન તરફ ગતિ ગરતું નથી. જો તે ઉપર બાજુ ખસે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહે. બધા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, શિયર ઝોનના કારણે આપણે બધી જગ્યાએ એક ધારો વરસાદ પડ્યો નથી.

આ પણ વાચો : આજે રાત્રે 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ, જાણો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?

સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસાના બે ફેસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાત અને દેશમાં લાનીનાની અસર રહેલી છે. લગભગ ગુજરાતમાં એક પણ વિસ્તાર બાકી રહેશે નહીં.

Rainfall forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અરવલ્લીમાં ઓછો વરસાદ કેમ?

તેની પાછળ પણ એક કારણ શિયર ઝોન છે. જેનો 100થી 200 કીમીનો એરિયા હોય છે. આપણા દરિયાકિનારાના વિસ્તારમાં મોન્સૂન ટ્રફની સ્થિતિ બનેલી છે. એટલે કે સતત વરસાદ પડતો જોવા મળતો હોય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment