આશ્લેષા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટોલો વરસાદ પડશે? લોકવાયકા અને વરસાદના યોગ

આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? તેમ જ વરસાદના નક્ષત્ર અંતર્ગત આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે કેવા યોગોનું નિર્માણ થશે? એ અંગેની માહિતી મેળવશું.

આશ્લેષા નક્ષત્ર 2024

આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય નારાયણનો પ્રવેશ તારીખ : 2/08/2024 નાં રોજ વિધિવત રીતે થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડું છે. જે સારી બાબત ગણાય નહીં. કેમકે આ વાહનને વરસાદ પ્રિય ગણવામાં આવતું નથી. એટલે ગધેડું વાહન હોવાથી વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

આ પણ વાચો : શ્રાવણ અને ભાદરવાના વરસાદની આગાહી, 7 વર્ષ કરતા આ વર્ષે અલગ થશે?

આશ્લેષા નક્ષત્ર 2024 ને પણ વરસાદનું મુખ્ય નક્ષત્ર ગણી શકાય. જેમ કે આ નક્ષત્ર ચોમાસાના મધ્ય ભાગમાં આવતું હોવાથી આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન જો વરસાદના સારા રાઉન્ડ જોવા મળે તો, ખેડૂતો રાહતનો શ્વાસ લે છે. કેમકે આશ્લેષા નક્ષત્રમાં થતો વરસાદ લગભગ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળતો હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને પણ વરસાદનું ધોરી નક્ષત્ર ગણવામાં આવે છે.

આ પણ વાચો : 2 થી 5 તારીખમાં ગુજરાતમાં આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની મોટી આગાહી

ભડલી વાક્યો:

“આશ્લેષા આંધળી ચગીતો ચગી નહીંતર ફગી”

આ કહેવત આશ્લેષા નક્ષત્રને અનુસરીને કહેવામાં આવી છે.

ગુજરાતમાં ઘણા લોકો આ નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે પણ ઓળખે છે. જેનું મુખ્ય કારણ એવું છે કે, જ્યારથી આ નક્ષત્ર બેસતું હોય તે દિવસે જે જે વિસ્તારમાં વરસાદની શક્યતા બનતી હોય છે. એ વિસ્તારોમાં આ નક્ષત્ર દરમિયાન મોટાભાગના દિવસોમાં વરસાદી માહોલ જમાવટ કરતું હોય છે. એટલે જ આ નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે ગણાય છે.

આ પણ વાચો : ઓગસ્ટમાં ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થશે, જાણો ઓગસ્ટમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદ પડશે?

આશ્લેષા નક્ષત્રમાં વરસાદના યોગ

મિત્રો આ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં પવનનું જોર વધારે રહેતું હોય છે. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોની યાદી ઉપર નજર કરીએ તો, આ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાતમાં મોટેભાગે પવનનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે. આ નક્ષત્રના દિવસો દરમ્યાન વા ફણકીનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે. પવનની સાથે સાથે વરસાદી ઝાપટા વધુ જોવા મળતા હોય છે. ટૂંકમાં આ નક્ષત્રમાં મંડાણી વરસાદ મોટા ભાગે ઓછો પડતો હોય છે. મોટેભાગે આ નક્ષત્રના દિવસો દરમિયાન હેલીનો માહોલ ઉભો થતો હોય છે.

આશ્લેષા નક્ષત્ર 2024

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આશ્લેષા નક્ષત્ર 2024

આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય નારાયણનો પ્રવેશ તારીખ : 2/08/2024 નાં રોજ વિધિવત રીતે થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment