તહેવારો પહેલા મોંઘવારીનો માર, LPG ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો LPG ના લેટેસ્ટ ભાવ

LPG સિલિન્ડરના ભાવમાં વધારો – lpg cylinder price

lpg cylinder price : ઓક્ટોબર માસ શરૂ થયો અને પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19Kg વાળા કોમર્શિયલ LPG સિલેન્ડરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19Kg  વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો ઝીંક્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹48.5 સુધી વધ્યા છે. નવા ભાવ મંગળવાર એટલે કે પહેલી ઓક્ટોબર સવારથી જ લાગૂ પડશે. આ વધારા પછી હવે દિલ્હીમાં 19Kg LPG સિલિન્ડરનો ભાવ ₹1740 સુધી પહોંચ્યો છે. આ પહેલા 1 સપ્ટેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹39 નો વધારો કર્યો હતો. જ્યારે પહેલી જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો અને તે વખતે 19Kg કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹30 ઘટ્યા હતા.

આ પણ વાચો :પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 : મેળવો મફત ગેસ સિલિન્ડર, જાણો ઓનલાઇન અરજી એવી રીતે કરવી

આ પહેલા 1 સપ્ટેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹39 નો વધારો કર્યો હતો. જ્યારે પહેલી જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો અને તે વખતે 19Kg કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹30 ઘટ્યા હતા.

જાણો ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ – lpg cylinder price

જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફક્ત 19Kg કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્યારે જણાવવાનું કે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ ₹803 છે, જ્યારે કોલકાતામાં 14Kg વાળા સિલિન્ડરનો ભાવ ₹829 છે. મુંબઈમાં LPG નો ભાવ  ₹802.5 અને ચેન્નાઈમાં ₹918.5 છે.

આ પણ વાચો : PM સૂર્ય ઘર યોજના 2024 : 300 યુનિટ મફત વીજળી, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઇન અરજીની પ્રોસેસ

જાણો મેટ્રો શહેરોમાં LPG સિલિન્ડરનો ભાવ – lpg cylinder price

જાણો મેટ્રો શહેરોમાં LPG સિલિન્ડરનો ભા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹48.5 નો વધારો ઝીંક્યા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ₹1740 થયો છે. જ્યારે મુંબઈમાં 19Kg વાળા LPG નો બાટલો ₹1644 થી વધીને હવે ₹1692.50 થયો, કોલકાતામાં ₹1850.50 ભાવ અને ચેન્નાઈમાં ₹1903  થઈ ગયો છે.

ATF ના ભાવમાં કાપ, સસ્તી થઈ શકે વિમાન યાત્રા

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યૂલ  (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે અને તેના  ભાવમાં ₹5,883 પ્રતિ કિલોલીટરનો કાપ આવ્યો છે. ATF ના નવા ભાવ આજથી લાગૂ કરવામાં આવ્યા છે. ATF ના ભાવમાં ઘટાડા પછી હવે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. જો કે તે એરલાઈન્સ પર આધાર રાખે છે, કે તે ઓઈલના ભાવમાં કાપનો ફાયદો મુસાફરોને આપે છે કે નહિ.

lpg cylinder price

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમા કેટલા વધ્યા?

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹48.5 સુધી વધ્યા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment