Ambalal and Ramnikbhai Vamja : રાજ્યમાં હાલ ધોધમાર કે અતિભારે વરસાદની શક્યતા નથી. ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં મેઘરાજાનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને રમણીક વામજાએ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે રાજ્યના હવામાન અંગેની નવી આગાહી જાહેર કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી જણાય રહી છે. સાત દિવસ ગુજરાત રીજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 5 દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે તે પછીના બે દિવસ હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
અંબાલાલ પટેલની આગાહી Ambalal and Ramnikbhai Vamja
Ambalal and Ramnikbhai Vamja : અંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું છે કે, 13 સપ્ટેમ્બરના ઉતરા ફાલ્ગુની નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. આ વરસાદનું પાણી ખેડૂતોના પાકો માટે સારું હોય છે. એટલે કહેવાય છે જો વરસે ઉતરા તો ધન્ય ન ખાય કુતરા, એટલે કે ખેતરોમાં મબલક પાક થાય. 13 થી 18 સપ્ટેમ્બરે ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનાં ઝાપટા પડી શકે છે.
આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની અને હાથિયો નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી
રમણીકભાઇ વામજાની આગાહી Ambalal and Ramnikbhai Vamja
તો બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ પણ રાજ્યમાં હવામાન અંગે આગાહી કરી દીધી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની વાત રમણીક વામજાએ કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો જોવા મળી શકે તેમ રમણીકભાઈ એ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થતી હોય છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક પર અસર થઈ શકે છે. કેમ કે, આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે.
આ પણ વાચો : આ વખતે નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથે ભારે આગાહી
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી બેસે છે અને 26ના રોજ પૂરું થશે. આ નક્ષત્રનું વાહન હાથી છે, ત્યારે રમણીક વામજાએ ખેડૂતોને અપીલ કરી છે કે, પાણી હોય તો પાન આવવા દેવું. કેમ કે, પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ જોવા મળી શકે છે. ખાસ કરીને સુરત, અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 2થી 4 ઇંચ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આગાહીકાર રમણીક વામજાએ પણ રાજ્યમાં હવામાન અંગે આગાહી કરી દીધી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની વાત રમણીક વામજાએ કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો જોવા મળી શકે તેમ રમણીકભાઈ એ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થતી હોય છે.