ગુજરાતના ઘણા જીલ્લાઓમાં ફરી મેઘ રાજાની પધરામણી થવા લાગી છે. ગઈ કાલથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી (heavy rains in Gujarat) કરી છે.
23 થી 26 તારીખમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરી છે. બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણનાં કારણે ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે. જે લો પ્રેશર મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી ઉત્તર ગુજરાતનાં ભાગમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે ક્યાં કયાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી
અંબાલાલ પટેલનાં જણાવ્યા મુજબ રાજ્યનાં ઉત્તર ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ રાજ્યનાં અનેક તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. તેમજ અંબાલાલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચન આપ્યું છે.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અનરાધાર વરસાદ, અંબાલાલ પટેલે કરી મઘા નક્ષત્રમાં તબાહી મચાવે તેવી આગાહી
26 ઓગસ્ટથી બીજી સિસ્ટમ સક્રિય થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે, 26 તારીખે બીજી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેથી સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં ભારે વરસાદી (heavy rains in Gujarat) માહોલ જોવા મળશે. ગણેશ ચતુર્થીનાં દિવસે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : 23 થી 30 તારીખમાં અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલનું ખેડૂતોને સૂચન
અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત કર્યા છે કે, વરસાદની હાલની પરિસ્થિતિને કારણે પાકમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી શકે છે. તેમજ બાગાયતી પાકમાં જીવાતનાં ઈંડા પડવની શક્યતા પણ ઊભી થતી હોય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરી છે. બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણનાં કારણે ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે.