હાજા ગગડાવી નાંખે તેવી અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં ભુક્કા બોલાવશે વરસાદ

Ambalal predict heavy rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું કે, ગુજરાતમાં આ વખતનું ચોમાસું કાંઈક અલગ છે. રાજ્યભરમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.  ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે.

અંબાલાલ પટેલની 24 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. હમણાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો અને ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ક્યાંક તો 24 ઇંચ જેટલો વરસાદ પણ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

આ પણ વાચો : 13 તારીખ પછી ધોધમાર વરસાદ તૂટી પડશે? પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ અને ચોમાસાની વિદાય અંગેની માહિતી આપી

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અહીં પૂરની સ્થિતિનું પણ નિર્માણ જોવા મળી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે. નર્મદા નદીના જળ સ્તરમાં વધારો જોવા મળશે.

આ પણ વાચો : 11 થી 26 તારીખમાં નવો ભારે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

11 તારીખથી ક્યાં ભાગોમાં વરસાદની આગાહી

Ambalal predict heavy rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના લીધે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. પંચમહાલના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 11 તારીખથી પંચમહાલના હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

17-18 તારીખમાં નવી સિસ્ટમ

આ સાથે અંબાલાલે જણાવ્યું કે, 17-18 સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ સક્રિય થશે. 22થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે.

Ambalal predict heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની 24 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી

બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો અને ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ક્યાંક તો 24 ઇંચ જેટલો વરસાદ પણ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment