શું છે આયુષ્માન ભારત યોજના?
આયુષ્માન ભારત કાર્ડ, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકારની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે, જેઓ મોંઘી આરોગ્ય સેવાઓ પરવડી શકતા નથી. યોજના હેઠળ, પાત્ર પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 500 મિલિયન લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.
આયુષ્માન ભારત યોજનાના ફાયદા
આ યોજના ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે એક મોટું રાહત પેકેજ છે. તેના માટે નીચેના ફાયદા છે:
- આ યોજના હેઠળ, પ્રતિ વર્ષ પ્રતિ પરિવાર 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ ઉપલબ્ધ છે.
- તમે આ યોજનામાં સૂચિબદ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકો છો.
- આ પ્લાન હેઠળ પ્રી- અને પોસ્ટ-હોસ્પિટલાઈઝેશન સેવાઓનો ખર્ચ પણ આવરી લેવામાં આવ્યો છે.
- ઑપરેશનથી લઈને દવાખાના અને ટેસ્ટ સુધીના ખર્ચાઓ આ સ્કીમમાં સામેલ છે.
આ પણ વાચો : PM સૂર્ય ઘર યોજના 2024 : 300 યુનિટ મફત વીજળી, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઇન અરજીની પ્રોસેસ
આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાતી હોસ્પિટલો
- સરકારી હોસ્પિટલ
- સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલ
- વિશેષ સારવાર કેન્દ્ર
- આ માહિતી તમને યોગ્ય હોસ્પિટલ પસંદ કરવામાં અને સારવાર કરાવવામાં મદદ કરશે, જેથી તમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવશો?
પહેલા આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે નજીકના ગ્રાહક સેવા કેન્દ્રમાં જવું પડતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ થઈ ગઈ છે. હવે તમે તમારા સ્માર્ટફોનથી આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો.
આ પણ વાચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 : મેળવો મફત ગેસ સિલિન્ડર, જાણો ઓનલાઇન અરજી એવી રીતે કરવી
આયુષ્માન ભારત યોજના નો લાભા કોણ કોણ લઈ શકશે?
આ યોજના વિશ્વની સૌથી મોટી તબીબી વીમા યોજના છે. યોજના હેઠળ લાભાર્થી અને તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે. આ યોજના માટે ફક્ત તે જ લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકશે. જે લોકો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની યાદીમાં છે. જો તમારું નામ લાભાર્થીની યાદીમાં સામેલ નથી તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં.
આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- આ યોજના માં અરજી કરવા માટે, તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવાનું રહેશે.
- પછી તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે. અહીં તમને કેટલીક અંગત માહિતી માટે પૂછવામાં આવશે, તે તમારે ભરવાની રહેશે.
- તે ભર્યા પછી, નીચે સબમિટ નો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરવું.
- આ પછી, તમારા અને તમારા પરિવાર વિશેની માહિતી તમને પ્રાપ્ત થશે.
- ત્યારબાદ તમારે વિકલ્પ Apply Online for Ayushman Card ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
- જ્યાં તમને અરજી ફોર્મ દેખાશે. જેમાં તમારે સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- ત્યાં તમને કેટલાક દસ્તાવેજો અપલોડ કરવા માટે પણ કહેવામાં આવશે.
- ત્યાર બાદ આખરે OTP વેલિડેશન પૂર્ણ કરવાનું રહેશે.
- અંતે, સબમિટ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, આયુષ્માન કાર્ડ માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.
- કાર્ડ બની ગયા પછી, તમે તેની પ્રિન્ટ પણ કઢાવી શકો છો.
આ પણ વાચો : NPS વાત્સલ્ય યોજના: યોજનાના લાભો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની તમામ વિગતો જાણો
આયુષ્માન કાર્ડની યાદી કેવી રીતે તપાસવી?
- તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર માં જાઓ, અને આયુષ્માન એપ ઓપન કરો.
- હવે આ એપમાં લાભાર્થી તરીકે લોગ ઇન કરો.
- લોગ ઇન કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ઓપન થશે, અહીં તમે લાભાર્થીને શોધી શકો છો.
- લાભાર્થીને શોધવા માટે, તમે તમારા રાજ્ય, યોજનાનું નામ (PMJAY), PMJAY ID, કુટુંબ ID, સ્થાન અથવા આધાર નંબર જેવી વિગતોનો ઉપયોગ કરી શકો છો, આધાર નંબર પસંદ કરો અને આગળ વધો.
- હવે તમારા આધાર આઈડી અથવા ફેમિલી આઈડી સાથે જોડાયેલા આયુષ્માન કાર્ડનું લિસ્ટ તમારી સામે ખુલશે.
- આયુષ્માન કાર્ડની યાદીમાં એવા લાભાર્થીઓના નામની બાજુમાં આવેલા ‘રિસીવ્ડ કાર્ડ’ના વિકલ્પ પર ક્લિક કરો. જેમનું KYC પૂર્ણ થઈ ગયું છે અથવા કાર્ડ બની ગયું છે.
- આ પેજ પર તમે બધા આયુષ્માન કાર્ડનું સ્ટેટસ જોઈ શકો છો.
- હવે તમારે કાર્ડ મેળવવા માટે તમારી ઓળખાણ રજૂ કરવી પડશે. ઓળખાણ માટે, આધાર કાર્ડ વિકલ્પ પસંદ કરો અને આધાર OTP ની મદદથી તમારી જાતને વેરિફાઈ કરો.
- વેરિફિકેશન પછી તમારી સામે આયુષ્માન કાર્ડનું પેજ ખુલશે. અહીં તમે get ના વિકલ્પ પર ક્લિક કરીને તમારું આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકો છો.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ માટે તમારે beneficiary.nha.gov.in વેબસાઇટ પર જવું પડશે અને તમારા લોગિન ઓળખપત્રો દ્વારા લોગિન કરવું પડશે.
લોગિન કર્યા પછી, તમે તમારા કાર્ડની સ્થિતિ ચકાસી શકો છો