PM સૂર્ય ઘર યોજના 2024 : 300 યુનિટ મફત વીજળી, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઇન અરજીની પ્રોસેસ

PM સૂર્ય ઘર યોજના 2024 અંતર્ગત હવે સોલાર પેનલ લગાવવા પર સબસિડી ફક્ત 7 જ દિવસમાં મળી જશે, જ્યારે પહેલા એક મહિનો લાગતો હતો. આ યોજનામાં 300 યુનિટ સુધી મફત વીજળીની પણ જોગવાઈ કરવામાં આવી છે.

pm kisan

પીએમ સૂર્ય ઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

ફેબ્રુઆરી 2024 માં શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા દેશના નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ સિવાય સરકાર ઘરોની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપે છે.  પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.30 કરોડ જેટલા લોકોએ નોંધણી કરાવી છે અને 18 લાખથી પણ વધુ અરજીઓ મળી છે.

આ પણ વાચો : NPS વાત્સલ્ય યોજના: યોજનાના લાભો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની તમામ વિગતો જાણો

PM સૂર્ય ઘર યોજના માટે નવું સબસિડી અપડેટ

હવે સરકાર સોલાર પેનલ લગાવવા પર માત્ર 7 જ દિવસ માં સબસિડી મળી શકે તે માટે કામ કરી રહી છે. આ નવા નિર્ણયથી લાખો લોકોને ઝડપથી સબસિડીનો લાભ મળશે. અત્યાર સુધી, સબસિડી બહાર પાડવામાં એક મહિનાનો સમય લાગતો હતો, પરંતુ ભવિષ્યમાં આ સમય મર્યાદા ઘટાડીને માત્ર 7 જ દિવસ કરવામાં આવશે.

આ પણ વાચો : PM કિસાન યોજના : ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી શરૂ, જરૂરી દસ્તાવેજ, ઓનલાઇન અરજીની પ્રકિયા

પીએમ સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસિડી ઉપલબ્ધ છે?

સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સરકાર વિવિધ કેટેગરીમાં સબસિડી આપે છે

  • 2 kW સુધી: રૂ. 30,000 પ્રતિ kW
  • 3 kW સુધી: રૂ 48,000 પ્રતિ kW
  • 3 kW થી વધુ: રૂ 78,000 પ્રતિ kW

આ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઘટાડે છે અને ઘરોની વીજળીની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

આ પણ વાચો : PM Fasal Bima Yojana 2024: કયા ખેડુતો લાભ લઇ શકે? કયા પાકનો સમાવેશ થાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

PM સૂર્ય ઘર યોજના ના લાભો

આ યોજના હેઠળ જે લોકો તેમના ધાબા પર સોલાર પેનલ લગાવે છે તેમને સોલર પેનલની કિંમત પર સબસિડી આપવામાં આવે છે. આનાથી  વીજળી બિલમાં ભારે ઘટાડો થાય છે, પરંતુ વધારાની વીજળી સરકારને વેચીને વધારાની આવક પણ મેળવી શકાય છે.

PM સુર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજો

પીએમ સૂર્ય ઘર યોજનામાં સામેલ તમામ જરૂરી દસ્તાવેજો રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આધાર કાર્ડ,

  • રેશનકાર્ડ,
  • રહેઠાણનું પ્રમાણપત્ર,
  • આવકનું પ્રમાણપત્ર,
  • વીજળી બિલ,
  • બેંક ખાતું,
  • મોબાઈલ નંબર અને,
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો ફરજિયાત રહેશે.

આ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જો તમે તમારી છત પર સોલર પેનલ લગાવવા માંગો છો, તો તમારે તેના માટે અરજી કરવી પડશે. અરજી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. આ માટે તમે આ રીતે ફોર્મ ભરી શકો છો.

  • અરજી કરવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
  • જયારે તમે વેબ પોર્ટલના હોમ પેજ પર જશો, ત્યારે તમને રૂફટોપ સોલર લિંક દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • લિંક પર ક્લિક કર્યા પછી, એક નવું પેજ ખુલશે, ત્યાં તમે સંબંધિત રાજ્ય અથવા જિલ્લાને પસંદ કરો.
  • હવે તમારે તમારી વીજળી વિતરણ કંપનીનું નામ અને ગ્રાહક ખાતા નંબર ભરવાનો રહેશે.
  • આ પછી તમે નેકસ્ટ્ બટન પર ક્લિક કરો. આ પછી એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • તમારે આ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે.  ઉપરાંત, તમામ જરૂરી દસ્તાવેજો અહીં અપલોડ કરો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો. આ પછી અરજી ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને તેને સુરક્ષિત રાખી શકો છો.
PM સૂર્ય ઘર યોજના 2024

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પીએમ સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસિડી ઉપલબ્ધ છે?

2 kW સુધી: રૂ. 30,000 પ્રતિ kW
3 kW સુધી: રૂ 48,000 પ્રતિ kW
3 kW થી વધુ: રૂ 78,000 પ્રતિ kW

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment