NPS વાત્સલ્ય યોજના (NPS Vatsalya Yojana)બાળકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે લાગુ કરવામાં આવી છે. આ નવી યોજનામાં રોકાણ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉપરાંત આ યોજનાને સારી રીતે સમજવા માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ, સગીર લાભાર્થીને PRAN કાર્ડ (પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર) આપવામાં આવશે. ચાલો આ યોજનાને વિગતવાર સમજીએ.
આ NPS વાત્સલ્ય યોજના શું છે?
NPS વાત્સલ્ય યોજના એ રાષ્ટ્રીય પેન્શન યોજનાનું વિસ્તૃત સ્વરૂપ છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા બાળકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સરકાર દ્વારા રોકાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે તમારા બાળકનું NPS એકાઉન્ટ ખોલાવી શકો છો.
આ પણ વાચો : PM સૂર્ય ઘર યોજના 2024 : 300 યુનિટ મફત વીજળી, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઇન અરજીની પ્રોસેસ
NPS વાત્સલ્ય યોજના માટે કોણ કોણ પાત્ર છે?
- આ યોજના સગીર બાળકો એટલે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે.
- માતા-પિતા અથવા કાનૂની વાલી તેમના સગીર બાળકો માટે NPS વાત્સલ્ય ખાતું ખોલી અને સંચાલિત કરી શકે છે.
- આ યોજના એવા ભારતીય નાગરિકો માટે છે જેઓ તેમના બાળકોના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા લાંબા ગાળાના રોકાણ કરવા માગે છે.
ખાસ નોંધઃ તમને જણાવી દઈએ કે જ્યારે બાળક 18 વર્ષનું થશે, ત્યારે એકાઉન્ટ તેના નિયંત્રણમાં આવી જશે.
NPS વાત્સલ્ય યોજનામાં સરેરાશ વાર્ષિક વળતર કેટલું મળશે?
NPS Vatsalya Yojana યોજના હેઠળ સરેરાશ વાર્ષિક વળતર 14% છે. જો તમે 3 વર્ષના બાળક માટે 15 વર્ષ માટે દર મહિને રૂ.15,000 નું રોકાણ કરો છો અને તેના પર 14% વાર્ષિક વળતર મેળવો છો, તો 15 વર્ષ પછી આ રકમ લગભગ રૂ.91.93 લાખ થશે.
આ યોજનામાં ખાતુ કયા ખોલાવાનું રહેશે?
દેશની લગભગ તમામ બેંકો, પોસ્ટ ઓફિસ અને પેન્શન ફંડમાં પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (POP) દ્વારા ખાતું ખોલાવી શકાય છે. યુઝર્સ આ એકાઉન્ટ ઓનલાઈન પ્લેટફોર્મ ઈ-એનપીએસ દ્વારા પણ ખોલી શકે છે.
આ પણ વાચો : PM Fasal Bima Yojana 2024: કયા ખેડુતો લાભ લઇ શકે? કયા પાકનો સમાવેશ થાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કયા દસ્તાવેજો જરૂરી છે?
- વાલી માટે ઓળખનો પુરાવો: (આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે)
- સરનામાનો પુરાવો: (કોઈપણ સત્તાવાર દસ્તાવેજ જે વર્તમાન સરનામાની પુષ્ટિ કરે છે)
- સગીર માટે ઉંમરનો પુરાવો
- સગીર માટે ઓળખનો પુરાવો
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
- ફોટો
NPS Vatsalya Yojana માટે કેવી રીતે અરજી કરવી?
- eNPS પોર્ટલની મુલાકાત લો: enps.nsdl.com અથવા nps.kfintech.com.
- “Registration” વિકલ્પ પસંદ કરો.
- પાન નંબર, આધાર કાર્ડ અથવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે.
- KYC પ્રક્રિયા તમારી બેંક દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
- નોંધણી પછી, તમને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) આપવામાં આવશે.
- ન્યૂનતમ રૂ.1000 થી એકાઉન્ટ શરૂ કરો.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
દેશની લગભગ તમામ બેંકો, પોસ્ટ ઓફિસ અને પેન્શન ફંડમાં પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (POP) દ્વારા ખાતું ખોલાવી શકાય છે. યુઝર્સ આ એકાઉન્ટ ઓનલાઈન પ્લેટફોર્મ ઈ-એનપીએસ દ્વારા પણ ખોલી શકે છે.