PM કિસાન યોજના : ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી શરૂ, જરૂરી દસ્તાવેજ, ઓનલાઇન અરજીની પ્રકિયા

Pm kisan yojana registration : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને તેમની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાઇ છે. આ યોજના અંતર્ગત, પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ 3 સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. જેથી તેઓ તેમની કૃષિ જરૂરિયાતો પૂરી કરી શકે. ચાલો જાણીએ, આ યોજના માટે કેવી રીતે ઓનલાઇન અરજીની પ્રક્રિયા અને યોગ્યતા શું છે.

pm kisan

પીએમ કિસાન યોજના માટેની પાત્રતા

  • માત્ર નાના અને સીમાંત ખેડૂતો કે જેમની પાસે 2 હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીની જમીન છે તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • અરજદાર ખેડૂત માટે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત છે.
  • જે ખેડૂતોના નામે ખેતીની જમીન છે તે જ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે.
  • આ યોજનાનો લાભ એવા ખેડૂતોને નહીં મળે જેઓ સરકારી નોકરી કરે છે, પેન્શનર છે અથવા જે ઇન્કમટેક્સ ભારે છે.

આ પણ વાચો : ખેડૂતો શા માટે 2000નાં 18માં હપ્તાથી વંચિત રહેશે? 18મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ખેડૂત આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • જમીન દસ્તાવેજ
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર

pm kisan yojana registration પ્રક્રિયા

આ યોજનાનો લાભ લાખો ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. દરેક ખેડૂત સરળતાથી અરજી કરી શકે અને યોજનાનો લાભ મેળવી શકે તે માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.

PM Kisan official website : pmkisan.gov.in

  • સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pmkisan.gov.in માટે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • હોમ પેજ પર તમને ‘new farmer registration’નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે, જેમ કે નામ, આધાર નંબર, બેંક ખાતાની વિગતો વગેરે.
  • આધાર કાર્ડ, બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.

આ પણ વાચો : PM Fasal Bima Yojana 2024: કયા ખેડુતો લાભ લઇ શકે? કયા પાકનો સમાવેશ થાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

pm kisan yojana registration માટે ઑફલાઇન પ્રક્રિયા

જો તમે ઓનલાઈન અરજી કરી શકતા નથી, તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને ઓફલાઈન અરજી કરી શકો છો. ત્યાંથી ફોર્મ મેળવો, તેને ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો. તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને આ યોજનાના લાભો મળવાનું શરૂ થશે.

pm kisan yojana registration

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
Is PM Kisan 18th installment credited?

PM Kisan Yojana 18th installment will be credited in September/October 2024.

What is the date of PM Kisan Kist 2024?

PM Kisan Kist 2024 has not been announced yet but can be expected in September/October 2024.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment