જીરૂ વાયદામાં મોટો કડાકો, જાણો આ વર્ષે જીરુંમાં કેટલો ઉછાળો આવશે?

જીરું વાયદા : જીરૂની બજારમા શાંત પાણીમાં અચાનક એક્સપાયરી પહેલે કાંકરી ફેંકતા રૂ.1300નો કડાકો બોલી ગયો હતો. સવારે હાજરમાં રૂ.25થી 50નાં સુધારાવાળી બજારો સાંજે તુટી ગઈ હતી. નિકાસકારોએ સાંજે નિકાસ ભાવમાં મણે રૂ.50નો ઘટાડો વાયદાના ઘટાડાને કારણે કર્યો હતો.

khedut samachar

જીરૂ વાયદામાં રૂ .1300નો ક્ડાકો બોલયો – જીરું વાયદા

જીરૂમાં મંદી થવાનું કારણ નિકાસ વેપારનો અભાવ છે અને ડોમેસ્ટિક ઘરાકી પણ જોઈએ એવી દેખાતી નથી. ગોંડલમાં જીરૂની માત્ર 500થી 600 બોરીની આવક હતી, પંરતુ એટલા પણ વેપારો નહોતાં, જે બતાવે છેકે ડોમેસ્ટિક ઘરાકી બહુ ઓછી છે.

આ પણ વાચો : આ વર્ષે જીરુંના ભાવ રૂ.10,000 પાર થશે? જાણો કેવી રહેશે આ વર્ષે જીરુંના બજારની હલચલ

ઉંઝામાં આવકો 13-14 હજાર બોરીની સ્ટેબલ છે, પંરતુ કોઈ મોટા વેપારો નથી. જીરૂનાં વેપારીઓ કહે છેકે ઓક્ટોબર વાયદાની એક્સપાયરી હોવાથી બજારમાં ઉથલપાથલ આવી છે. જીરૂના વાવેતર નવી સિઝનમાં ઓછા થાય તેવી ચર્ચાઓ અત્યારથી ચાલી રહી છે, પરંતુ અત્યારે ઘરાક જ ન હોવાર્થી બજારમાં કરંટ આવતો નથી.

આ પણ વાચો : આજે જીરુના ભાવમા ભારે તેજીનો માહોલ, જાણો આજના તમામ બજારોના ભાવ

જીરૂ વાયદો રૂ.1330 બેન્ચમાર્ક રૂ.25,450ની ઘટીને સપાટી પર બંધ રહ્યો હતો. વાયદો પાંચેક ટકા તુટ્યો હતો.

જીરુના ભાવ શું ચાલી રહયા છે? – જીરું વાયદા

શનિવારે જીરું ભાવમાં હળવી તેજી દેખાઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂની 800 બોરીની આવક સામે ભાવ રૂ.4350 થી 4750 નોંધાય હતા. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરુંમાં ભાવ રૂ.4150 થી 5515 જોવા મળ્યા હતા. ગોંડલમાં સૌથી વધુ આવક નોંધાઇ 1360 બોરી સામે ભાવ રૂ. 3276 થી 4851 બોલાયો હતો. હળવદમાં 530 બોરીની આવક સામે રૂ.4450 થી 5025 ભાવ બોલાયો હતો.

જીરું વાયદા

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જીરુના ભાવ શું ચાલી રહયા છે?

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂની 800 બોરીની આવક સામે ભાવ રૂ.4350 થી 4750 નોંધાય હતા. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરુંમાં ભાવ રૂ.4150 થી 5515 જોવા મળ્યા હતા.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment