Monsoon break situation : હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જ્યારે કોઈ ભારે વરસાદ નોંધાઈ રહ્યો નથી. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાનની સ્થિતિ અને વરસાદને લઈને નવી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી – Monsoon break situation
પરેશ ગોસ્વામીએ આગાહી માં જણાવ્યું છે કે, હાલ ગરમી, ઉકળાટ અને તાપમાનમાં વધારો થયો છે, તેમાં અત્યારે કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. 8 થી 10 દિવસ તો આવું રહેવાનું જણાવ્યું છે. જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં થોડી રાહત જોવા મળી શકે છે. 15 તારીખ સુધી પવનની ગતિ આવી જ જોવા મળી શકે છે. જે બાદ તેમાં ઘટાડો થઈ નોંધાઇ શકે છે.
આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ
છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. બે-ત્રણ દિવસમાં ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડયા છે. ભેજ ઘટવાને કારણે અત્યાર સુધી જે વરસાદી ઝાપટાં પડતાં હતાં તેમાં પણ હવે બ્રેક લાગી શકે છે. હમણાં વરસાદની શક્યતાઓ દેખાતી નથી.
પરેશ ગોસ્વામીની ખાસ સલાહ – Monsoon break situation
વધુમાં પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, જો કોઈનું પાક સુકાતું હોય અને પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું. કેમ કે, હમણાં રાહ જોવાથી કોઈ ફાયદો નથી. હમણાં વરસાદ આવવાની કોઈ સંભાવના નથી.
આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની અને હાથિયો નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી
ગરમી, ઉકળાટ અને તાપમાન યથાવત્ જોવા મળશે. મોન્સૂન બ્રેકની સ્થિતિ જોવા મળી શકે છે. તાપમાન પણ બે-ત્રણ ડિગ્રી ઊંચું જોવા મળશે. એટલે હમણાં વરસાદની કોઈ શક્યતા રહેલી નથી.
21 થી 30 તારીખમાં વરસાદની શક્યતા!
તેમણે જણાવ્યું કે, 18/19 તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાતી નથી. સપ્ટેમ્બર મહિનાની 21 થી 30 તારીખમાં વરસાદની સંભાવના છે.
આ પણ વાચો : આજથી નક્ષત્ર બદલાયું, અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને હવામાન વિભાગની આગાહી
હાલ તો ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ પૂરતી દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે. હજુ વરસાદના એક-બે રાઉન્ડ જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
પરેશ ગોસ્વામીએ આગાહી માં જણાવ્યું છે કે, હાલ ગરમી, ઉકળાટ અને તાપમાનમાં વધારો થયો છે, તેમાં અત્યારે કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. 8 થી 10 દિવસ તો આવું રહેવાનું જણાવ્યું છે.