Ambalal Patel new forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આઘી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 11 તારીખથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. દેશમાં એક ડિપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. જે ડિપ્રેશન લગભગ બિહારના, ઝારખંડ, ઓરિસ્સા અને વિશાપટ્ટનમના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કેટલાક વિસ્તારોમાં 24 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
10 થી 12 ઇંચ જેટલી વરસાદ પડશે
Ambalal Patel new forecast : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બાદમાં દેશના મધ્ય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10થી 12 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. તો કોઈ ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
આ પણ વાચો : 13 તારીખ પછી ધોધમાર વરસાદ તૂટી પડશે? પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ અને ચોમાસાની વિદાય અંગેની માહિતી આપી
17 થી 26 તારીખમાં નવી સિસ્ટમ બનશે!
ગુજરાતના 11 તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ પલટામાં સાબરકાંઠા, હિંમતનગર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી છે. આ બાદ પણ વરસાદ સિસ્ટમ હોવાથી વરસાદ પડી શકે છે. 17 તારીખથી 26 તારીખ સુધી એક પછી એક વરસાદી સિસ્ટમ બનવાથી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આઘી કરવામાં આવી છે.