Cyclone Forecast : ગુજરાતના લગભગ 29 જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, ત્યારે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે બપોર બાદથી જ ગુજરાતન વિવિધ ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન પલટો જોવા મળ્યો અને વરસાદ વરસ્યો હતો. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હાલના વાતાવરણ, અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર અને વાવાઝોડું બનવાની સંભાવના તથા 14/15 તારીખથી પડનારા માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની માવઠાની અને વાવાઝોડાની આગાહી – Cyclone Forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે. આવનારા દિવસોમાં વધુ એક માવઠું થાય તેવી સંભાવના છે. 14-15 તારીખથી લઇ 18 તારીખ સુધીના માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે. વરસાદના વિસ્તારો પણ વધારે હશે.
આ પણ વાચો : ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની ગુજરાત પર શું કોઇ અસર થશે? જાણો અંબાલાલની પટેલની નવી આગાહી
અરબ સાગરની સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂરથી પસાર થઈ શકે છે. તે ઓમાન અથવા યમન તરફ જાય તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. એના કારણે તેના અમુક વાદળો ગુજરાત પરથી પસાર થઈ શકે છે. તેના કારણે 700 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાશે. તેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
14-15 તરીખથી માવઠું!
14-15 તારીખથી જે માવઠું થવાનું છે, તેની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ રહી શકે છે.
આ માવઠા દરમિયાન 1 થી 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઇ શકે છે. કોઇ જગ્યાએ વધુ ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટ્રોમ વાળો વરસાદ થઇ જાય તો ત્યાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાચો : હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની વરસાદ અને વાવાઝોડાને લઇને કરી મોટી આગાહી
ક્યાં ક્યાં ભાગોમાં માવઠું થશે? Cyclone Forecast
આ માવઠામાં દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લા આવી જાય તેવી સંભાવના છે. આ ભાગોમાં 13 થી 18 તારીખ દરમિયાન 2 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી છે. તેની સાથે રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. આ વરસાદો દરિયાકાંઠાના વિસ્તારોને વધારે પ્રભાવિત કરે તેવી શક્યતા છે.
આ પણ વાચો : આજે 9 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. તે પણ દરિયાકાંઠાને વધારે પ્રભાવિત કરે તેવી સંભાવના છે.
ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો વાવ, થરાદ અને અન્ય ભાગોમાં આ તારીખો દરમિયાન એકાદ બે દિવસ વરસાદ પડી શકે છે. અહીં અડધાથી લઇ એક ઇંચ વરસાદ અને અમુક જગ્યાએ 1 ઇંચ ઉપર વરસાદ ખાબકી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ માવઠામાં દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લા આવી જાય તેવી સંભાવના છે. આ ભાગોમાં 13 થી 18 તારીખ દરમિયાન 2 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે.