Paresh Goswami Rain Forecast : રાજયમાં ફરી એક વખત વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા 18 મી તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની ચક્રવાત અંગેની આગાહી -Paresh Goswami Rain Forecast
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા ગુરુવારે રાત્રે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ અરબ સાગરમાં મોટી અસ્થિરતા છે. જોકે, આ અસ્થિરતા આપણાથી ઘણી દૂર છે. છતાં પણ આવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાચો : તૈયાર રહેજો! ગુજરાતમાં 3 દિવસમાં માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી
13 થી 18 તારીખમાં તીવ્ર માવઠું! – Paresh Goswami Rain Forecast
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 13 થી 18 ઓક્ટોબરની વચ્ચે વધુ એક માવઠાનો રાઉન્ડ થવાની સંભાવના છે. આ માવઠાને કારણે નુકસાન થવાની શક્યતા છે. કારણ કે, હાલ પાકનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેથી પાકમાં નુકસાન થઈ શકે છે. આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. આ ઓક્ટોબરમાં પણ માવઠું થવાનું છે જેનાથી પણ ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
આ પણ વાચો : ચોમાસુ વિદાય ક્યારે લેશે? હવામાન વિભાગે જણાવી ચોમાસાના વિદાઈની તારીખ
ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદ પડશે? – Paresh Goswami Rain Forecast
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે શુક્રવારે અને શનિવારે એટલે કે નોમ અને દશેરાના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, આણંદ, મહીસાગર, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી.
13 તારીખની હળવાથી મધ્યમ વરસાદની આગાહી
13 મી તારીખે રવિવારે દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મહીસાગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ, ભાવનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે શુક્રવારે અને શનિવારે એટલે કે નોમ અને દશેરાના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, આણંદ, મહીસાગર, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.