ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ: 13/09/2024ને શુક્રવારના રોજ થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશનો સમય સવારે 9:45 મિનિટે થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો વાહન હાથી છે. આ નક્ષત્ર 27/09/2024 સુધી ચાલશે.
1) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની લોકવાયકા
“જો વરસે ઓતરા, તો કાઢે છોતરા”
આ નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.
આ પણ વાચો : હાજા ગગડાવી નાંખે તેવી અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં ભુક્કા બોલાવશે વરસાદ
“જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા”
આ લોકવાયકામાં કહેવાયું છે કે, આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન થતું હોય છે. કેમ કે મોટાભાગના પાકો હવે કાપણીની સ્થિતિમાં હોય છે.
જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવા લાયક રહેતા નથી.
આ પણ વાચો : આ વખતે નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથે ભારે આગાહી
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનાં વરસાદ યોગ
આ નક્ષત્રમાં સારા વરસાદના સંજોગો ઊભા થતા હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથી છે. એટલા માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે ઊભી થતી હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. આ નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ-કોઈક ભાગમાં અતિભારે વરસાદ પડે તેવા યોગો ઊભા થતા હોય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ANS : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ: 13/09/2024ને શુક્રવારના રોજ થશે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશનો સમય સવારે 9:45 મિનિટે થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો વાહન હાથી છે.
Rain Yoga of Uttara Falguni Nakshatra
Good rain conditions arise in this Nakshatra. The vehicle of Uttara Falguni Nakshatra is elephant. That’s why there is a little more chance of rain. Uttara Falguni Nakshatra has rain with wind.