અતિભારે વરસાદ : રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 તારીખમાં અત્યંત ભારે વરસાદની કરવામાં આવી રહી છે.
4 તારીખે ક્યાં કયાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
4 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ સાથે છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 3 થી 9 સપ્ટેમ્બરમાં અતિભારે મેઘ મહેર, પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી
5 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
5 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય કોઈપણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોક વાયકા અને વરસાદના યોગ
6 તારીખે ક્યાં કયાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
6 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. સાથે કચ્છમાં પણ અતિભારે વરસાદ ની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
4 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.