ફરી એક ચક્રવાતનો ખતરો! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

cyclone and heavy rain : દિવાળી પછી દેશભરમાં હવામાનમાં ફેરફાર થયો છે. સમગ્ર ભારતમાં ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન, હવામાન વિભાગે ફરી એકવાર ચક્રવાતી તોફાન સક્રિય થવાનું એલર્ટ આપી રહ્યા છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાની સાથે વીજળી અને કરા પડવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

આ પણ વાચો : હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

આવી સ્થિતિમાં ચક્રવાતી તોફાન ફરી એકવાર ભારતમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે.

આ રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદ શક્યતા- cyclone and heavy rain

હવામાન વિભાગના અહેવાલ અનુસાર, બંગાળની ખાડીના કેન્દ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ બની રહી રહી છે. તેની અસરને લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે અને ચક્રવાત બની શકે છે, જેના કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, કર્ણાટક, પુડુચેરી, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12 નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે. ગાજવીજ અને વીજળી પડી શકે છે. ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. કેરળ અને તટીય આંધ્રપ્રદેશ, માહે, યાનમ અને રાયલસીમામાં 8 થી 10 નવેમ્બર વચ્ચે છૂટાછવાયા કરા પડવાની આગાહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી આગાહી

છેલ્લા 24 કલાકમાં તાપમાન કેટલું હતું?

હવામાન વિભાગના અહેવાલ અનુસાર, જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી. રાયલસીમા, તમિલનાડુ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ સિવાય, લઘુત્તમ તાપમાન બાકીના રાજ્યો કરતાં ઉપર રહે છે. માહેમાં કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

cyclone and heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
છેલ્લા 24 કલાકમાં તાપમાન કેટલું હતું?

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી. રાયલસીમા, તમિલનાડુ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ સિવાય, લઘુત્તમ તાપમાન બાકીના રાજ્યો કરતાં ઉપર રહે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment