તીવ્ર માવઠાની ભારે આગાહી – gujarat weather
gujarat weather : રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત પહેલાં જ માવઠું થયું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે આજથી રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર અને આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની વાત કહી છે. સાથે જ પવનની ગતિમાં આવનારા મોટા બદલાવ અંગે પણ મોટી આગાહી કરી છે.
આ પણ વાચો : વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે! વાદળછાયા વાતાવરણ અને માવઠા અંગેની પરેશ ગોસ્વામીની ભારે આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, હાલ અરબ સાગરમાં એક અસ્થિરતા છે અને તે આપણા પરથી પસાર થઇ રહી છે. તે આપણાથી 400 કે 430 કિલોમીટર દૂરથી પસાર થશે!, પરંતુ તેના વાદળોને લીધે રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદો જોવા મળી રહ્યા છે.
આ પણ વાચો : 13 થી 18 ઓકટોબરમાં તીવ્ર માવઠું! જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી
તા.13-18 દરમીયાન વરસાદ પડશે? – gujarat weather
13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાના છે, તે દરમિયાન પવનની ગતિમાં મોટો ફેરફાર આવનારા ત્રણ દિવસમાં જોવા મળશે. 13 થી 15 ઓક્ટોબર દરમિયાન પવનની ગતિમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળશે. ઘણા લાંબા સમય પછી એવું બનવા જઇ રહ્યું છે કે, પવનની ગતિ માત્ર 5 થી લઇ 10 કિલોમીટર પ્રતિકલાક જોવા મળશે.
પવનની ગતિ વધી શકે! – gujarat weather
જોકે, જ્યાં વરસાદ પડતો હશે ત્યાં પવનની ગતિ વધી શકે, પરંતુ જ્યાં વરસાદ નહીં હોય ત્યાં પવનની ગતિ સાવ ઓછી જોવા મળશે. જ્યારે જ્યાં વરસાદ પડશે, ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. 13 થી 18 તારીખના વરસાદના રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા 13 થી 15 ઓક્ટોબર દરમિયાન જોવા મળશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ખૂબ વધારે હશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાના છે, તે દરમિયાન પવનની ગતિમાં મોટો ફેરફાર આવનારા ત્રણ દિવસમાં જોવા મળશે.