આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat rain forecast : રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંય અતિભારેથી ભારે વરસાદ પડવાની આગાહી નથી. ત્યારે આગામી 5 દિવસ કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જાહેર કરવામાં આવી છે.

આગામી 5 દિવસની આગાહી – Gujarat rain forecast

હવામાન વિભાગે આગાહી પ્રમાણે, આજથી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજથી બે દિવસ એટલે કે, 17 તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો: હસ્ત નક્ષત્રમાં ભુક્કા, ચક્રવાત સાથે આ જિલ્લાઓ માટે અંબાલાલની ગાજવીજવાળી આગાહી

જે બાદ 18 થી 21 સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું રહેવાની શક્યતા છે. પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આ પણ વાચો: ગુજરાતમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ, હજી એક-બે રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી – Gujarat rain forecast

Gujarat rain forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ સક્રિય થશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ બનશે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે.

Gujarat rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આગામી 5 દિવસની આગાહી

હવામાન વિભાગે આગાહી પ્રમાણે, આજથી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment